Home

Latest

Google Doodle PL Deshpande; જાણો કોણ હતા પી.એલ. દેશપાંડે?



Google Doodle PL Deshpande; જાણો કોણ હતા પી.એલ. દેશપાંડે?


પીએલ દેશપાંડે મરાઠી ભાષાના જાણીતા લેખક છે. લેખન ઉપરાંત અભિનય, પટકથા લેખન, સંગીતકાર, ફિલ્મ નિર્દેશક અને ઉત્તમ વક્તા તરીકે લોકો તેમને ઓળખે છે. તેમનું પુરૂ નામ પુરૂષોત્તમ લક્ષ્મણ દેશપાંડે છે, પરંતુ તેઓ પોતાનું નામ પુ.લ. દેશપાંડે લખતા. આજે તેમની 101 મી જન્મ જયંતિ છે ત્યારે ગુગલે તેમનું ડૂડલ બનાવીને યાદ કર્યા છે .

પુરૂષોત્તમ લક્ષ્મણ દેશપાંડેનો જન્મ 8 નવેમ્બર 1919 ના રોજ મુંબઇમાં થયો હતો. તેમના દાદાએ રવિન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિનું મરાઠીમાં ભાષાંતર કર્યું હતું.